aa lila lila limDa tale - Geet | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

આ લીલા લીલા લીમડા તળે....

aa lila lila limDa tale

પતીલ પતીલ
આ લીલા લીલા લીમડા તળે....
પતીલ

લીલા લીલા લીમડા તળે

થાકેલો કોઈ રાહિયો મળે,

કરાર કેવો કાળજે વળે

જો આપદાનો ભાગિયો મળે ?

કોમના ગરાસ તો ગયા

મ્હોલના ઉજાસ તો ગયા,

હારીડા તણો લાવતો પતો

સજાત, દીન ખેપિયો મળે!

હલેત દશા, એકલાપણું -

કશો લાભ, સાંખવું ઘણું,

માહરા સેતાન રુદેનો

કો ઠારનાર ગોઠિયો મળે!

સ્રોત

  • પુસ્તક : વીસમી સદીની ગુજરાતી કાવ્યમુદ્રા (પૃષ્ઠ ક્રમાંક 323)
  • સંપાદક : ચન્દ્રકાન્ત શેઠ, યોગેશ જોષી, હર્ષ બ્રહ્મભટ્ટ, ઊર્મિલા ઠાકર
  • પ્રકાશક : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય
  • વર્ષ : 2007