ઝવેરચંદ મેઘાણી
Jhaverchand Meghani
મને સાગરપાર બોલાવી, ઓ બ્રિટન!
આદરમાનભર્યાં દઈ ઇજન,
બાંધવતા કેરાં બાંધીને બંધન -
આખર આજ મતિ બિગડી :
રૂડી શ્વેત ધજા રગદોળી રહી!
અયિ! અમૃત ચોઘડિયાં ગડિયાં,
ત્યારે કેમ હળાહળ ઘોળી રહી?
મારા કોલ પળાવવા કારણિયે,
ખાંડ્યા ખેડૂતોને મેં તો ખાંડણીએ,
એનાં ધાન લીધાં કણીએ કણીએ;
'ખપી જાઓ, વીરા મારા, નેકીને ખાતર!'
- એમ ઘૂમ્યો વીનવી વીનવી;
ત્યારે, વાહ સુજાન! ઇમાનદારી કેરી
વાત તારે તો નવી ને નવી!
હું 'સુલેહ! સુલેહ! સુલેહ!' રટ્યો,
નવ નેકીને પંથેથી લેશ હટ્યો,
દિલે તારેથી તોયે ન દંશ મટ્યો.
તું 'ડરાવ! દબાવ! રિબાવ' વિના
બીજો દાવ એકેય શીખી જ નથી!
તુંને શું કહું, માનવની જનની!
વશ થાય પશુ પણ વા’લપથી!
મારા ખેડુને માર : મને તહીં મે’ફિલ!
આંહીં ગોળીબાર : ત્યાં કુજે કોકિલ!
આંહીં કાળાં કારાગાર : ત્યાં મંજિલ!
ખૂબ સહ્યાં અપમાન, ગળ્યાં વિષપાન;
હવે મને રોકીશ ના!
મારાં સ્થાન માતા કેરી ઝૂંપડીએ :
મને મે’ફિલમાં, ઘેલી, ગોતીશ ના!
અહીં છે, અહીં છે - મુગતિ અહીં છે;
નથી ત્યાં, નથી ત્યાં, બીજે ક્યાં -અહીં છે;
પ્યારી મા-ભૂમિની ધરતી મહીં છે.
એને શોધીશ ના, દિલ! સાગરપારની
તેજભરી તકરાર વિષે;
એનો રાખીશ ના ઇતબાર હવે
બીજી વાર કો કોલ-કરાર વિષે!
વળી જાઓ રે વ્હાણ વિદેશ તણાં!
મારે હૈયે તો કોડ હતાય ઘણા
સારી સૃષ્ટિના સંત-સમાગમના;
મારે હોંશ તો ખાસ હતી મારા ખૂનના
પ્યાસી જનોના મિલાપ તણી;
મારે હામ હતી ભૂખ્યા સિંહોની બોડમાં
પેસીને પીઠ પંપાળવાની.
મહાસિંધુની ઓ લહરી લહરી!
તમ બિન્દુએ બિન્દુની જીભ કરી
વદજો સારા વિશ્વને તીર ફરી—
જગ-બાંધવતા કેરા વૈરીજનોને ન
ગાંધીનું પ્રેમ-પ્રયાણ ગમ્યું;
દારૂગોળાના વારસદારને નગ્ન
ફકીરનું નેત્રસુધા ન ગમ્યું.
mane sagarpar bolawi, o britan!
adarmanbharyan dai ijan,
bandhawta keran bandhine bandhan
akhar aaj mati bigDi
ruDi shwet dhaja ragdoli rahi!
ayi! amrit choghaDiyan gaDiyan,
tyare kem halahal gholi rahi?
mara kol palawwa karaniye,
khanDya kheDutone mein to khanDniye,
enan dhan lidhan kaniye kaniye;
‘khapi jao, wira mara, nekine khatar!
em ghumyo winwi winwi;
tyare, wah sujan! imandari keri
wat tare to nawi ne nawi!
hun suleh! suleh! suleh!’ ratyo,
naw nekine panthethi lesh hatyo,
dile tarethi toye na dansh matyo
tun Daraw! dabaw! ribaw’ wina
bijo daw ekey shikhi ja nathi!
tunne shun kahun, manawni janani!
wash thay pashu pan wa’lapthi!
mara kheDune marah mane tahin mae’phil!
anhin golibarah tyan kuje kokil!
anhin kalan karagarah tyan manjil!
khoob sahyan apman, galyan wishpan;
hwe mane rokish na!
maran sthan mata keri jhumpDiyeh
mane mae’philman, gheli, gotish na!
ahin chhe, ahin chhe mugati ahin chhe;
nathi tyan, nathi tyan, bije kyan ahin chhe;
pyari ma bhumini dharti mahin chhe
ene shodhish na, dil! sagarparni
tejabhri takrar wishe;
eno rakhish na itbar hwe
biji war ko kol karar wishe!
wali jao re whan widesh tanan!
mare haiye to koD hatay ghana
sari srishtina sant samagamna;
mare honsh to khas hati mara khunna
pyasi janona milap tani;
mare ham hati bhukhya sinhoni boDman
pesine peeth pampalwani
mahasindhuni o lahri lahri!
tam bindue binduni jeebh kari
wadjo sara wishwne teer phari—
jag bandhawta kera wairijnone na
gandhinun prem pryan gamyun;
darugolana warasdarne nagn
phakiranun netrasudha na gamyun,
(1931)
mane sagarpar bolawi, o britan!
adarmanbharyan dai ijan,
bandhawta keran bandhine bandhan
akhar aaj mati bigDi
ruDi shwet dhaja ragdoli rahi!
ayi! amrit choghaDiyan gaDiyan,
tyare kem halahal gholi rahi?
mara kol palawwa karaniye,
khanDya kheDutone mein to khanDniye,
enan dhan lidhan kaniye kaniye;
‘khapi jao, wira mara, nekine khatar!
em ghumyo winwi winwi;
tyare, wah sujan! imandari keri
wat tare to nawi ne nawi!
hun suleh! suleh! suleh!’ ratyo,
naw nekine panthethi lesh hatyo,
dile tarethi toye na dansh matyo
tun Daraw! dabaw! ribaw’ wina
bijo daw ekey shikhi ja nathi!
tunne shun kahun, manawni janani!
wash thay pashu pan wa’lapthi!
mara kheDune marah mane tahin mae’phil!
anhin golibarah tyan kuje kokil!
anhin kalan karagarah tyan manjil!
khoob sahyan apman, galyan wishpan;
hwe mane rokish na!
maran sthan mata keri jhumpDiyeh
mane mae’philman, gheli, gotish na!
ahin chhe, ahin chhe mugati ahin chhe;
nathi tyan, nathi tyan, bije kyan ahin chhe;
pyari ma bhumini dharti mahin chhe
ene shodhish na, dil! sagarparni
tejabhri takrar wishe;
eno rakhish na itbar hwe
biji war ko kol karar wishe!
wali jao re whan widesh tanan!
mare haiye to koD hatay ghana
sari srishtina sant samagamna;
mare honsh to khas hati mara khunna
pyasi janona milap tani;
mare ham hati bhukhya sinhoni boDman
pesine peeth pampalwani
mahasindhuni o lahri lahri!
tam bindue binduni jeebh kari
wadjo sara wishwne teer phari—
jag bandhawta kera wairijnone na
gandhinun prem pryan gamyun;
darugolana warasdarne nagn
phakiranun netrasudha na gamyun,
(1931)
સ્રોત
- પુસ્તક : સોના નાવડી (પૃષ્ઠ ક્રમાંક 82)
- સંપાદક : જયંત મેઘાણી
- પ્રકાશક : ગુજરાત સાહિત્ય અકાદમી
- વર્ષ : 1997
