antarmaathii ughaaad niikalyo! - Geet | RekhtaGujarati

અન્તરમાંથી ઉઘાડ નીકળ્યો!

antarmaathii ughaaad niikalyo!

ચંદ્રકાન્ત શેઠ ચંદ્રકાન્ત શેઠ
અન્તરમાંથી ઉઘાડ નીકળ્યો!
ચંદ્રકાન્ત શેઠ

અન્તરમાંથી ઉઘાડ નીકળ્યો!

તું આવે છે?

આવ!

ઊંડાણમાંથી દરિયો ઊછળ્યો!

તું આવે છે?

આવ!

તારી પ્હેલાં ન્હોતાં વૃક્ષો,

ન્હોતાં વિહંગ-ગાન,

તું આવી ને તારી પાછળ

ઊમટ્યું આખું રાન!

પ્રાણે પ્રાણે પરિમલ પમર્યો!

તું આવે છે?

આવ!

તું મૂંગી તો દુનિયા મૂંગી,

મૂંગા બધા મુકામ!

તું રીઝે તો તારી સાથે,

રમતા મારા રામ!

પળનાં ઝળહળતાં પુષ્પો!

તું આવે છે?

આવ!

ખાલીમાં પણ ખીલી ખુશબો!

તું આવે છે?

આવ!

સ્રોત

  • પુસ્તક : ચંદ્રકાન્ત શેઠનાં સમગ્ર કાવ્યો: પૂર્ણ દર્શિત કવિતા (પૃષ્ઠ ક્રમાંક 221)
  • સર્જક : ચંદ્રકાન્ત શેઠ
  • પ્રકાશક : ઝેન ઓપસ
  • વર્ષ : 2025