andhkar - Geet | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

ઝીણો રે ઝગે છે અંધકાર...

ક્યાંક ફૂટી છે તેજલ કળી

એનો અણસાર!

ઝીણો રે ઝગે છે અંધકાર!

ઝરતી રે ઝરતી આછી મ્હેક હો

એમાં ભીંજાતું રે અંગ,

કોણ રે નર્તતું વાયુવ્હેણમાં

બજવી ધીરું મૃદંગ.

તૂટી રે જાય સહુયે દીવાર,

ઝીણો રે ઝગે છે અંધકાર!

હળવે રે હળવે પડદા ઊપડે

આંખ્યુંમાં ઊઘડે આકાશ,

ઊછળે રે ઊછળે સાગર શ્વાસના

મનને કોઈ આડાશ.

હું છું ભીતર ને છું બ્હાર.

ઝીણો રે ઝગે છે અંધકાર!

સ્રોત

  • પુસ્તક : વીસમી સદીની ગુજરાતી કાવ્યમુદ્રા (પૃષ્ઠ ક્રમાંક 502)
  • સંપાદક : ચન્દ્રકાન્ત શેઠ, યોગેશ જોષી, હર્ષ બ્રહ્મભટ્ટ, ઊર્મિલા ઠાકર
  • પ્રકાશક : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય
  • વર્ષ : 2007