andharun lyo! - Geet | RekhtaGujarati

અંધારું લ્યો!

andharun lyo!

રાજેન્દ્ર શુક્લ રાજેન્દ્ર શુક્લ
અંધારું લ્યો!
રાજેન્દ્ર શુક્લ

ઊંટ ભરીને આવ્યું રે

અંધારું લ્યો,

પોઠ ભરીને આવ્યું રે

અંધારું લ્યો.....

ઊંટ ભરીને.

કોઇ લિયે આંજવા આંખ,

કોઈ લિયે માંજવા ઝાંખ;

અમે તે ઉંબરમાં ઉતરાવ્યું રે

અંધારું લ્યો,

ઊંટ ભરીને.

એના અડ્યા આભને છોડ;

એવાં અડ્યાં આભને કોડ-

અમે તો મુઠી ભરી મમળાવ્યું રે,

અંધારું લ્યો,

અમને ભોર થતાં લગ ભાવ્યું રે,

અંધારું લ્યો.....

ઊંટ ભરીને.

સ્રોત

  • પુસ્તક : આપણી કવિતાસમૃદ્ધિ (ઉત્તરાર્ધ) (પૃષ્ઠ ક્રમાંક 296)
  • સંપાદક : ચન્દ્રકાન્ત ટોપીવાળા
  • પ્રકાશક : ગુજરાતી સાહિત્ય પરિષદ
  • વર્ષ : 2004