અંધારું ભારે રે
Andharu Bhare Re
ભરત જોશી 'પાર્થ મહાબાહુ'
Bharat Joshi 'Parth Mahabahu'
ભરત જોશી 'પાર્થ મહાબાહુ'
Bharat Joshi 'Parth Mahabahu'
ઝીલો અફીણથીયે અંધારું ભારે રે...
ધીંગો વરસાદ અમી ઢોલિયામાં મંડાતો
પ્રગટે અધાર સૂર છાતીમાં વીંઝાતો
ઘોડો છલાંગ એક અણિયાળી મારે રે...
ઝીલો અફીણથીયે અંધારુ ભારે રે...
ઠાલાં કમાડ, શ્વાસ પાંસળીમાં સંતાતો
ઝાંખો આવાજ ચૂપ ઑકળીમાં ખોવાતો
ઝીણું ઝબાક મૌન દીવડાને ઠારે રે...
ઝીલો અફીણથીયે અંધારું ભારે રે...
સ્રોત
- પુસ્તક : કવિતા : એપ્રિલ 1985 (પૃષ્ઠ ક્રમાંક 1)
- સંપાદક : સુરેશ દલાલ
- પ્રકાશક : જન્મભૂમિ પ્રકાશન, મુંબઈ
