amritne jher - Geet | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

અમૃતને ઝેર...

amritne jher

પિનાકિન ઠાકોર પિનાકિન ઠાકોર
અમૃતને ઝેર...
પિનાકિન ઠાકોર

આજ મેં તે હોઠે આવેલું પાછું ઠેલ્યું,

હાય મેં તો અમૃતને ઝેર કરી મેલ્યું

રે આજ મેં તોo

બળતે બપોર જલી ઊઠું જે ઝંખનાએ

વાદળની વાટ લહી પેલી,

અધરાતે તારાની કીકીઓમાં જાગી

મારી આરત ઝૂરે છે ઘેલીઘેલી.

કુમળું કાળજુ તો કંપતું લગારમાં તે

કેમ કરી આગ સંગ ખેલ્યુ!

રે આજ મેં તોo

આખો અવતાર જેની અંતરનાં બારને

મેં ખુલ્લાં રાખીને રાહ જોઈ,

એના આગમને આંખો અંધ રહ્યું

હૈયું યે ઝારઝાર રોઈ,

કામનાની કમનીય કાયાના લોભને

આછું ના અંગ મારુ હેલ્યું,

રે આજ મેં તોo

આંખોનાં આંસુની પારના પ્રદેશમાં તે

ભોમિયા પ્રવાસી તો ભૂલે,

અધરે અધરના મિલાપમાં અંતરપટ

ઝીણો નિઃશ્વાસ તણો ઝૂલે.

રાગનાં કસુંબલાં તેજની તે આડ કરી

કાજળ અભિમાન તણું રેલ્યું.

રે આજ મેં તોo

સ્રોત

  • પુસ્તક : કાવ્ય-કોડિયાં – સંપુટ 4 – પિનાકીન્ ઠાકોરનાં ચૂંટેલાં કાવ્યો (પૃષ્ઠ ક્રમાંક 32)
  • સંપાદક : રાજેન્દ્ર શાહ
  • પ્રકાશક : લોકમિલાપ ટ્રસ્ટ
  • વર્ષ : 1982