ame asal garmaalaa - Geet | RekhtaGujarati

અમે અસલ ગરમાળા

ame asal garmaalaa

જિગર જોષી 'પ્રેમ' જિગર જોષી 'પ્રેમ'
અમે અસલ ગરમાળા
જિગર જોષી 'પ્રેમ'

અમે અસલ ગરમાળા.

સહજ વર્યા તડકાને જઈને પહેરાવી વરમાળા.

ઝીલ્યો તાપ તો ખીલ્યા તો નરી આંખનું સત,

જળ જેવી ટાઢક આપે છે અગન વેરતો ખત.

ડાળ ડાળ પર ઝુમ્મર લટકે, લટકે રે અજવાળાં,

રંગબેરંગી સવાર ઊતરે લઈ પીંછાંનું ગાડું,

પંખીનો ટહુકો અમારે વૈભવ ને રજવાડું,

અમારી પરકમ્મા શું જાવું રે! પગપાળા!

સ્રોત

  • પુસ્તક : બુદ્ધિપ્રકાશ : એપ્રિલ ૨૦૨૫ (પૃષ્ઠ ક્રમાંક 29)
  • સંપાદક : કુમારપાળ દેસાઈ
  • પ્રકાશક : ગુજરાત વિદ્યાસભા