રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરોવનમાં ગ્હેક્યા મોર,
અમારો વાંક
આંબે લ્હેક્યા મ્હોર,
અમારો વાંક
ટહુકો વાવ્યો નેણ,
નેમમાં ઢૂક્યાં વન ઘેઘૂર,
લીલનું લીલમ ઘેન,
ઘેનની છોળ ઊડી ચક્ચૂર,
વાગ્યા પોપણિયાના ન્હોર...
અમારો વાંક
ભર્યાં તૃણોના ઘૂંટ,
રોમમાં છક્યો માટીનો છાક
ઘટ્ટ ધ્રાણની લૂંટ,
હવાનો ચસ ચસ ચૂસ્યો લાંક
એમ તો પમર્યા આઠે પ્હોર... અમારો વાંક
ડણક્યા ડુંગર-ઢાળ,
આભલે ફૂટ્યા કણ કણ સ્વેદ
રગમાં વગડા-ફાળ,
ટેરવે વેદ-વાયુના છેદ
બ્હેક્યા ચાંદલિયાના થોર... અમારો વાંક
wanman ghekya mor,
amaro wank
ambe lhekya mhor,
amaro wank
tahuko wawyo nen,
nemman Dhukyan wan gheghur,
lilanun lilam ghen,
ghenni chhol uDi chakchur,
wagya popaniyana nhor
amaro wank
bharyan trinona ghoont,
romman chhakyo matino chhak
ghatt dhranni loont,
hawano chas chas chusyo lank
em to pamarya aathe phor amaro wank
Danakya Dungar Dhaal,
abhle phutya kan kan swed
ragman wagDa phaal,
terwe wed wayuna chhed
bhekya chandaliyana thor amaro wank
wanman ghekya mor,
amaro wank
ambe lhekya mhor,
amaro wank
tahuko wawyo nen,
nemman Dhukyan wan gheghur,
lilanun lilam ghen,
ghenni chhol uDi chakchur,
wagya popaniyana nhor
amaro wank
bharyan trinona ghoont,
romman chhakyo matino chhak
ghatt dhranni loont,
hawano chas chas chusyo lank
em to pamarya aathe phor amaro wank
Danakya Dungar Dhaal,
abhle phutya kan kan swed
ragman wagDa phaal,
terwe wed wayuna chhed
bhekya chandaliyana thor amaro wank
સ્રોત
- પુસ્તક : ગુજરાતી કવિતાચયન 2014 (પૃષ્ઠ ક્રમાંક 66)
- સર્જક : કિશોરસિંહ સોલંકી
- પ્રકાશક : ગુજરાતી સાહિત્ય પરિષદ
- વર્ષ : 2017