અલખ મલક અજવાળું
Alakh Malak Ajavalu
વર્ષા પ્રજાપતિ 'ઝરમર'
Varsha Prajapati 'Zarmar'

અલખ મલક અજવાળું આવ્યું, અલખ મલકનું અજવાળું
ખાળો એમ જ થાય સવાયું, અલખ મલકનું અજવાળું
સૂરજમાંથી ખરી પડ્યું ને વૃક્ષે વૃક્ષે પથરાયું
ફૂલ પવનમાં મહેંકી ઉઠ્યું દશે દિશામાં છલકાયું
ગગનગેબ શું મોરપીંછાળું સાત રંગ શું કુંડાળું
અલખ મલક અજવાળું આવ્યું અલખ મલકનું અજવાળું
હાથે ઘૂંટ્યું, પગમાં પહેર્યું, હૈયે હોઠે મલકાયું
કાજળ, સેંથી, ચૂડી, ચાંદલે, પાંપણ વચ્ચે સંતાયું
મનગમતા શમણામાં ઝુલ્યું લાલ, ગુલાબી પરવાળું
અલખ મલક અજવાળું આવ્યું અલખ મલકનું અજવાળું



સ્રોત
- પુસ્તક : અલખ મલક અજવાળું (પૃષ્ઠ ક્રમાંક 55)
- સર્જક : વર્ષા પ્રજાપતિ 'ઝરમર'
- પ્રકાશક : ડિવાઈન પબ્લિકેશન, અમદાવાદ
- વર્ષ : 2023