akashanun geet - Geet | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

આકાશનું ગીત

akashanun geet

અનિલ જોશી અનિલ જોશી
આકાશનું ગીત
અનિલ જોશી

—કે મને ફૂટતી નથી રે કેમ ડાળખી?

ગોફણથી છૂટતો પથ્થર થઈને ક્યાંક

પટકાતું ભોંય મને લાગું

ગુલમ્હોરી ડાળખીના લીલા આકારને

ઝૂકી ઝૂકી મૂકીને તોય માગું

કલરવની સુંદરીને લઈને પસાર થતી જોઈ લઉં પોપટની પાલખી

–કે મને ફૂટતી નથી રે કેમ ડાળખી?

વગડાનું ઘાસ નથી માગ્યું સખી, કે નથી

માગી મેં પર્વતની ધાર

ચકલીનો નાનકો ઉતારો આપીને તમે

લઈ લ્યો ને ઊડતો વિસ્તાર!

નીકળતા વાયરે ચડતી પતંગના કાગળમાં ગીત દઉં ઓળખી

–કે મને ફૂટતી નથી રે કેમ ડાળખી?

સ્રોત

  • પુસ્તક : બૃહદ ગુજરાતી કાવ્યપરિચય - 1 (પૃષ્ઠ ક્રમાંક 167)
  • સંપાદક : મોહનભાઈ પટેલ, ચન્દ્રકાન્ત શેઠ
  • પ્રકાશક : ગૂજરાત વિદ્યાપીઠ
  • વર્ષ : 1973