ajwasna popat! - Geet | RekhtaGujarati

અજવાસના પોપટ!

ajwasna popat!

મનહર જાની મનહર જાની
અજવાસના પોપટ!
મનહર જાની

આજ મારી હથેળિયુંમાં કલબલતા રે અજવાસના પોપટ!

શમણે આવ્યાં ફૂલ: એવાં કે

આંખ્યનું નામ મ્હેંક

મોરને પીંછે કાન માંડું ને

કંઠમાં ફૂટે ગ્હેંક

કેમ કરી સંભાળવી છાતી સૂર થઈ વહે કાળજાની સોંપટ!

લોહીમાં ફૂટી હોય જાણે

અણચિંતવી પાંખો

એમ ઓચિંતું ભાન ઊડે

ચાંચમાં લઈ દરિયો આખો

આજ મને ખળખળતી ભાળું હુંય ને બળ્યું કંચવો કોરોકટ!

સ્રોત

  • પુસ્તક : સાંબેલું ચંદણ સાગનું (પૃષ્ઠ ક્રમાંક 3)
  • સર્જક : મનહર જાની
  • પ્રકાશક : પોતે
  • વર્ષ : 2001