aevaa sapnaa khaandiine aetlun maangun re - Geet | RekhtaGujarati

એવા સપના ખાંડીને એટલું માગું રે

aevaa sapnaa khaandiine aetlun maangun re

રામ મોરી રામ મોરી
એવા સપના ખાંડીને એટલું માગું રે
રામ મોરી

એવા સપના ખાંડીને એટલું માગું રે

માલમિયો બને મારો મીત…પીર મારા

એવા મેણલા બોલે રે આખું માંગરોળ

હાજી જાઓ દરિયાની પાર..પીર મારા

એવા હલેસાં વિનાનો ખારવો પૂતળું

દરિયો એના શ્વાસ ને ઉછવાસ..પીર મારા

એવા આંસુડા સીંચીને સપનું માગું રે

દેજો મને વીજોગણના સુખ…પીર મારા

રસપ્રદ તથ્યો

ગુજરાતી ભાષાના ગણમાન્ય સાહિત્યકાર ગુણવંતરાય આચાર્ય લિખિત નવલકથા 'હાજી કાસમ તારી વીજળી' પર આધારિત ગુજરાતી સંગીત-નાટક 'વીજળી' રામ મોરીએ લખ્યું. એ નાટકમાં પહેલી વખત લેખકે દસેક જેટલા ગીતો લખ્યા. ઉપરોક્ત ગીત નાયિકા અમીના ગાઈ રહી છે. પોતાનો પ્રિયતમ હાજી વીસ વર્ષનો થયા પછી પણ દરિયો ખેડવા નથી ગયો એ વાતે ખારવણ અમીનાને સૌથી મોટું અપમાન લાગે છે. ગામ અને લોકના મેણા અમીનાથી નથી સંભળાતા, તો અંતે એ દરિયાદેવ પાસે વિજોગણ થવાના આશીર્વાદ માંગે છે અને પોતાનો હાજી દરિયો સર કરે એ અમીનાનું સપનું છે.

સ્રોત

  • પુસ્તક : કવિ તરફથી મળેલી કૃતિ