aeli morlii - Geet | RekhtaGujarati

એલિ મોરલી

aeli morlii

રાજેન્દ્ર શાહ રાજેન્દ્ર શાહ
એલિ મોરલી
રાજેન્દ્ર શાહ

સીમ ભરી ટહુકો ન રેલ, એલિ મોરલી!

સીમ ભરી ટહુકો ન રેલ.

કાળજાને વ્હેતું ન મેલ એલિ મોરલી!

કાળજાને વ્હેતું ન મેલ.

આમ તે મૂંગું જો ને જાગે અંકાશ

એય બોલે અજંપની વાણી,

પો'ણનાય પિંડતણી વલખતી વેદનાનાં

વંન વંન દોડતાં પાણી,

વાયરે હિલોળની હેલ, એલિ મોરલી!

સીમ ભરી ટહુકો ન રેલ...

આપણા આનંદને તે અંતરમાં રાખીએ

ન એનો કૈં કીજિયે લવારો,

આવડી હથેળીમાં ડૂબે રે દુનિયા

ને હૈયું અનંતનો આરો;

(તહીં) સ્હેલીએ પનાઈમાં અકેલ, એલિ મોરલી!

સીમ ભરી ટહુકો ન રેલ...

કોઈના તે આંગણની આગ નહિ ફૂંકીએ

કે નોંધારે ઝીંકીએ ન હેલી,

મનના મંદિરિયાને સૂને એકાન્ત

નહિ જાવું ત્યાં જાય રે તું પ્હેલી;

એવું અળખામણું ન ખેલ, એલિ મોરલી!

સીમ ભરી ટહુકો ન રેલ...

સ્રોત

  • પુસ્તક : કાવ્ય-કોડિયાં – રાજેન્દ્ર શાહનાં કાવ્યો (પૃષ્ઠ ક્રમાંક 31)
  • પ્રકાશક : લોકમિલાપ ટ્રસ્ટ