તારી જો હાક સુણી કોઈ ના આવે તો એકલો જાને રે!
એકલો જાને, એકલો જાને, એકલો જાને રે! તારી0
જો સૌનાં મોં સિવાય ઓ રે ઓ રે ઓ અભાગી!
સૌનાં મોં સિવાય;
જ્યારે સૌએ બેસે મોં ફેરવી, સૌએ ડરી જાય;
ત્યારે હૈયું ખોલી, અરે તું મોં મૂકી તારા મનનું ગાણું,
એકલો ગાને રે! તારી0
જો સૌએ પાછાં જાય, ઓ રે ઓ રે ઓ અભાગી!
સૌએ પાછાં જાય;
જ્યારે રણવગડે નીસરવા ટાણે, સૌ ખૂણે સંતાય,
ત્યારે કાંટા-રાને, તો તારે લોહીનીગળતે ચરણે ભાઈ,
એકલો ધાને રે! તારી0
જ્યારે દીવો ના ધરે કોઈ, ઓ રે ઓ રે ઓ અભાગી!
દીવો ના ધરે કોઈ;
જ્યારે ઘનઘોરી તુફાની રાતે બાર વાસે તને જોઈ,
ત્યારે આભની વીજે, તું સળગી જઈ સૌનો દીવો
એકલો થાને રે! તારી0
તારી જો હાક સુણી કોઈ ના આવે, તો એકલો જાને રે!
એકલો જાને, એકલો જાને એકલો જાને રે!
(અનુ. મહાદેવભાઈ દેસાઈ)
tari jo hak suni koi na aawe to eklo jane re!
eklo jane, eklo jane, eklo jane re! tari0
jo saunan mon siway o re o re o abhagi!
saunan mon siway;
jyare saue bese mon pherwi, saue Dari jay;
tyare haiyun kholi, are tun mon muki tara mananun ganun,
eklo gane re! tari0
jo saue pachhan jay, o re o re o abhagi!
saue pachhan jay;
jyare ranawagDe nisarwa tane, sau khune santay,
tyare kanta rane, to tare lohinigalte charne bhai,
eklo dhane re! tari0
jyare diwo na dhare koi, o re o re o abhagi!
diwo na dhare koi;
jyare ghanghori tuphani rate bar wase tane joi,
tyare abhni wije, tun salgi jai sauno diwo
eklo thane re! tari0
tari jo hak suni koi na aawe, to eklo jane re!
eklo jane, eklo jane eklo jane re!
(anu mahadewbhai desai)

સ્રોત
- પુસ્તક : આપણી કવિતાનો અમર વારસો (પૃષ્ઠ ક્રમાંક 15)
- પ્રકાશક : સસ્તું સાહિત્ય વર્ધક કાર્યાલય
- વર્ષ : 1964