ae musaafar hashe aeklo - Geet | RekhtaGujarati

એ મુસાફર હશે એકલો

ae musaafar hashe aeklo

હરીન્દ્ર દવે હરીન્દ્ર દવે
એ મુસાફર હશે એકલો
હરીન્દ્ર દવે

લ્યો, રવાના થયો

દૂરની સફર પર શ્વાસનો કાફલો.

સ્નેહીઓનાં નયન સ્હેજ ઝાકળભીનાં

સમયના સૂર્યના તાપથી સૂકશે;

સ્હેજ થંભી, સમાચાર પૂછી લઈ

રાહદારી રવાના થશે;

અગ્નિના વાહને દેહ સોંપી દઈ

સૌ સગાં પણ જશે;

માર્ગ મુશ્કેલ આરંભ પામે ત્યહીં

મુસાફર હશે એકલો.

લ્યો, રવાના થયો

દૂરની સફર પર શ્વાસનો કાફલો.

સ્રોત

  • પુસ્તક : હયાતી (પૃષ્ઠ ક્રમાંક 29)
  • સંપાદક : સુરેશ દલાલ
  • પ્રકાશક : ચીમનલાલ લિટરરી ટ્રસ્ટ
  • વર્ષ : 1984
  • આવૃત્તિ : બીજી આવૃત્તિ