adith ni bhal - Geet | RekhtaGujarati

અદીઠની ભાળ

adith ni bhal

રામપ્રસાદ શુક્લ રામપ્રસાદ શુક્લ
અદીઠની ભાળ
રામપ્રસાદ શુક્લ

લીલી વાડીમાં આંબલા લહેકે છે;

ડાળે ડાળે મંજરીઓ મહેકે છે. લીલી...

ગાઢ જાંબુની કુંજ ઝૂમે છે;

એમાં જુગલ કપોતનાં જામે છે. લીલી...

બાજુએ કોકિલા ક્યાં બોલી?

ઉરે આતમ વિચારની આંખ ખોલી? લીલી...

આજ સૃષ્ટિ સંજીવની લાવે છે;

મારા ઉરના ઉચાટને શમાવે છે. લીલી...

મને સરતાં સ્વપ્નાંની ચોટ વાગી;

એના વ્રણમાં અદીઠની ભાળ લાગી. લીલી...

સ્રોત

  • પુસ્તક : સાહિત્ય પલ્લવ - ભાગ 3 (પૃષ્ઠ ક્રમાંક 118)
  • સંપાદક : ઝીણાભાઈ દેસાઈ 'સ્નેહરશ્મિ', ઉમાશંકર જોશી
  • પ્રકાશક : વૉરા ઍન્ડ કંપની પબ્લિશર્સ, પ્રા. લિ., મુંબઈ
  • વર્ષ : 1941