ankho atwani jyare - Geet | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

આંખો અટવાણી જ્યારે

ankho atwani jyare

મનસુખલાલ  ઝવેરી મનસુખલાલ ઝવેરી
આંખો અટવાણી જ્યારે
મનસુખલાલ ઝવેરી

આંખો અટવાણી જ્યારે વનની વનરાઈમાં ને,

ગિરિવર ઘેરીને ઊભા આભને, હો જી.

શિખરો ખોવાણાં એનાં વાદળના વૃન્દમાં ને,

ખીણો ખોવાણી આછી ધુમ્મસે, હો જી.

ઝરમર ઝીલ'તી ઝીણી જલની ઝંકોર જ્યારે,

સાચીયે સૃષ્ટિભાસી સોણલું, હો જી.

નાનકડું મારું… જ્યારે મનડું ખોવાણું એમાં,

જગ રે ખોવાણું જ્યારે સામટું, હો જી.

સાંપડિયો ત્યારે મારા આતમનો સાહ્યબો ને,

થળથળ ઘેરી ઊભો આંખડી, હો જી.

ફૂલડાંની ફોરે તો ઘટડે ઘૂંટાણો મારે,

રહ્યું જી પછી તો શું રે શોધવું હો જી?

(ર૮–૯–૧૯પ૦)

સ્રોત

  • પુસ્તક : કવિ અને કવિતા શ્રેણી – મનસુખલાલ ઝવેરી (પૃષ્ઠ ક્રમાંક 37)
  • સંપાદક : સુરેશ દલાલ
  • પ્રકાશક : ગુજરાત સાહિત્ય અકાદમી
  • વર્ષ : 1988