aDhlak Dhaliyo re shamaliyo - Geet | RekhtaGujarati

અઢળક ઢળિયો રે શામળિયો

aDhlak Dhaliyo re shamaliyo

દિનેશ કોઠારી દિનેશ કોઠારી
અઢળક ઢળિયો રે શામળિયો
દિનેશ કોઠારી

અઢળક ઢળિયો રે શામળિયો

ચપટી તાંદુલ વેર્યા ત્યાં તો મબલખ મોલે લળિયો!

ખુલ્લાં ખાલીખમ ખેતર તે

આજ ઝૂમતાં હૂંડે,

લુખ્ખી જે લયહીન હવા તે

ગુંજન કરતી હૂડે,

જર્જર શુષ્ક ધરાને ફરીથી જોબન-અવસર મળિયો!

ઊંચે આભ નીચે જલથલમાં

તે કશી નવાઈ,

જ્યાં જ્યાં નજર ફરે તે સઘળું

સાવ ગયું પલટાઈ,

ભેંકાર હતો જે ભૂત હુંય તે દેવલોકમાં ભળિયો!

સ્રોત

  • પુસ્તક : આપણી કવિતાસમૃદ્ધિ (ઉત્તરાર્ધ) (પૃષ્ઠ ક્રમાંક 224)
  • સંપાદક : ચન્દ્રકાન્ત ટોપીવાળા
  • પ્રકાશક : ગુજરાતી સાહિત્ય પરિષદ
  • વર્ષ : 2004