રેખ્તા ગુજરાતી ઉત્સવ - 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરોસમય છળશે એક ક્ષણમાં...
અભાવોનું વાતાવરણ મળશે એક ક્ષણમાં...
મને ઘેરી ઊભી સકલ જગની કૈંક ભ્રમણા
અને રાત્રે જોઉં પ્રણયરસનાં બે’ક સમણાં
સવારે ઊગી સૂર્ય પણ ઢળશે એક ક્ષણમાં...
સમય છળશે એક ક્ષણમાં...
ઉદાસી વચ્ચે કેવળ ભય અને ક્ષોભ અથવા
વહેતા શ્વાસોમાં છળ-કપટ કે મોહ અથવા
કદી પંખી જેવું મન પલળશે એક ક્ષણમાં...
સમય છળશે એક ક્ષણમાં...
વિચારોમાં ડૂબે અવિરતપણે ઓટ-ભરતી
નિહાળું બારીમાં કુસુમવત્ આકાશ-ધરતી
અહીંથી સૌ પાછાં સ્વજન વળશે એક ક્ષણમાં
સમય છળશે એક ક્ષણમાં...
samay chhalshe ek kshanman
abhawonun watawran malshe ek kshanman
mane gheri ubhi sakal jagni kaink bhramna
ane ratre joun pranayarasnan be’ka samnan
saware ugi surya pan Dhalshe ek kshanman
samay chhalshe ek kshanman
udasi wachche kewal bhay ane kshobh athwa
waheta shwasoman chhal kapat ke moh athwa
kadi pankhi jewun man palalshe ek kshanman
samay chhalshe ek kshanman
wicharoman Dube awiratapne ot bharti
nihalun bariman kusumwat akash dharti
ahinthi sau pachhan swajan walshe ek kshanman

સ્રોત
- પુસ્તક : વીસમી સદીની ગુજરાતી કાવ્યમુદ્રા (પૃષ્ઠ ક્રમાંક 734)
- સંપાદક : ચન્દ્રકાન્ત શેઠ, યોગેશ જોષી, હર્ષ બ્રહ્મભટ્ટ, ઊર્મિલા ઠાકર
- પ્રકાશક : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય
- વર્ષ : 2007