રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરોઅમે રે સૂકું રૂનું પૂમડું,
તમે અત્તર રંગીલા રસદાર;
તરબોળી દ્યોને તારેતારને,
વીંધો અમને વ્હાલા, આરંપારઃ
આવો, રે આવો હો જીવણ; આમના.
અમે રે સૂના ઘરની જાળિયું
તમે તાતા તેજના અવતાર;
ભેદીને ભીડેલાં ભોગળ-આગળા,
ભરો લખલખ અદીઠા અંબાર;
આવો, રે આવો હો જીવણ, આમના.
અમે રે ઉધઈ-ખાધું ઈંધણું;
તમે ધગધગ ધૂણીના અંગાર;
પડે પડ પ્રજાળો વ્હાલા, વેગથી,
આપો અમને અગનના શણગારઃ
આવો, રે આવો હો જીવણ, આમના.
ame re sukun runun pumaDun,
tame attar rangila rasdar;
tarboli dyone taretarne,
windho amne whala, arampar
awo, re aawo ho jiwan; aamna
ame re suna gharni jaliyun
tame tata tejna awtar;
bhedine bhiDelan bhogal aagla,
bharo lakhlakh aditha ambar;
awo, re aawo ho jiwan, aamna
ame re udhi khadhun indhanun;
tame dhagdhag dhunina angar;
paDe paD prjalo whala, wegthi,
apo amne aganna shangar
awo, re aawo ho jiwan, aamna
ame re sukun runun pumaDun,
tame attar rangila rasdar;
tarboli dyone taretarne,
windho amne whala, arampar
awo, re aawo ho jiwan; aamna
ame re suna gharni jaliyun
tame tata tejna awtar;
bhedine bhiDelan bhogal aagla,
bharo lakhlakh aditha ambar;
awo, re aawo ho jiwan, aamna
ame re udhi khadhun indhanun;
tame dhagdhag dhunina angar;
paDe paD prjalo whala, wegthi,
apo amne aganna shangar
awo, re aawo ho jiwan, aamna
સ્રોત
- પુસ્તક : આપણી કવિતાસમૃદ્ધિ (ઉત્તરાર્ધ) (પૃષ્ઠ ક્રમાંક 97)
- સંપાદક : ચન્દ્રકાન્ત ટોપીવાળા
- પ્રકાશક : ગુજરાતી સાહિત્ય પરિષદ
- વર્ષ : 2004