aawDi te shi rees? - Geet | RekhtaGujarati

આવડી તે શી રીસ?

aawDi te shi rees?

મનહર તળપદા મનહર તળપદા
આવડી તે શી રીસ?
મનહર તળપદા

સાવ નાનેરી આંખમાં તારી આવડી તે શી રીસ?

બાપરે, કાચા સૂતર કેરા તાંતણે લાગી કાયની કેવી ભીંસ!

ફેણ ફૂંફાડે ઓગળે ઓલી

રાત્યની રૂડી ભાત

સૂણવી હોય તો સૂણજો અમે

કાલ્ય કીધી તે વાત

ક્યારનું અમે પારખી લીધું હોઠના આછા સ્મિતને ઉંબર

ઓળંગવાને મીશ

સાવ નાનેરી આંખમાં તારી આવડી તે શી રીસ?

બેસ કહો તો બેસીએ અમે

જાવ કહો તો જાઈં

એકલદોકલ ઘરમાં રાણી

જીવ રીઝ્યાની વધાઈ

પારકું શું ને પોતીકું આપણ અવળાં બેઠાં દિશ

સાવ નાનેરી આંખમાં તારી આવડી તે શી રીસ?

સ્રોત

  • પુસ્તક : ભીનાં અજવાળાં (પૃષ્ઠ ક્રમાંક 61)
  • સર્જક : મનહર તળપદા
  • પ્રકાશક : રૂપાલી પબ્લિકેશન
  • વર્ષ : 1980