આવકારો મીઠો આપજે
Aavkaro Mitho Aapaje
દુલા ભાયા કાગ
Dula Bhaya Kag
દુલા ભાયા કાગ
Dula Bhaya Kag
તારે આંગણિયે કોઈ આશા કરીને આવે રે,
આવકારો મીઠો... આપજે રે જી...
તારે કાને કોઈ સંકટ સંભળાવે રે,
બને તો થોડું કાપજે રે જી...
માનવીની પાસે કોઈ... માનવી ન આવે... રે...,
તારા દિવસની પાસે દુખિયાં આવે રે – આવકારો મીઠો... આપજે રે... જી...
કેમ તમે આવ્યા છો? એમ નવ કે'જે... રે...,
એને ધીરે એ ધીરે તું બોલવા દેજે રે – આવકારો મીઠો... આપજે રે... જી...
વાતું એની સાંભળીને… આડું નવ જોજે... રે...,
એને માથું એ હલાવી હોંકારો દેજે રે – આવકારો મીઠો... આપજે રે... જી...
'કાગ' એને પાણી પાજે... સાથે બેસી ખાજે... રે...,
એને ઝાંપા એ સુધી તું મેલવા જાજે રે – આવકારો મીઠો... આપજે રે... જી...
સ્રોત
- પુસ્તક : આવકારો મીઠો આપજે... (પૃષ્ઠ ક્રમાંક 1)
- સંપાદક : અરવિંદ બારોટ
- પ્રકાશક : ગૂર્જર પ્રકાશન, અમદાવાદ
- વર્ષ : 2020
