રેખ્તા ગુજરાતી ઉત્સવ - 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરોતને આવશે સપનાં ત્યારે મને આવશે આંસું
કાળા પહાડ વટીને આંસું.
તને જડ્યા ચાંદો ને સૂરજ મારી મોર્ય અમાસું
મારે આઠેય પોર અમાસું.
ત્યારે મને આવશે આંસું.
હમણાં ચાંદ નીકળશે ભેરુ લઈ લે તું આ રાત
મારું તારું સરખું નભ છે તેં ગૂંથી’તી વાત
તારે ત્યાં વાગે ચોઘડિયાં મારે મૂંગાં આંસું
તારા ઘરને મૂંગાં આંસું
ત્યારે મને આવશે આંસુ.
દરિયા, તારે મોજાં છે ને જળની છે છાંટડિયું
મારે ઝાકળિયા દિવસો ને તડકાની રાફડિયું
તારી ફરતું આભ ઘૂમે ને મારે જૂનાં આંસું
મારે જર્જર જૂનાં આંસું
ત્યારે મને આવશે આંસું
કાળા પહાડ વટીને આંસું...
tane awshe sapnan tyare mane awshe ansun
kala pahaD watine ansun
tane jaDya chando ne suraj mari morya amasun
mare athey por amasun
tyare mane awshe ansun
hamnan chand nikalshe bheru lai le tun aa raat
marun tarun sarakhun nabh chhe ten gunthi’ti wat
tare tyan wage choghaDiyan mare mungan ansun
tara gharne mungan ansun
tyare mane awshe aansu
dariya, tare mojan chhe ne jalni chhe chhantaDiyun
mare jhakaliya diwso ne taDkani raphaDiyun
tari pharatun aabh ghume ne mare junan ansun
mare jarjar junan ansun

સ્રોત
- પુસ્તક : દરિયાનો પડઘો (પૃષ્ઠ ક્રમાંક 43)
- સર્જક : નવનીત ઉપાધ્યાય
- પ્રકાશક : ગુજરાતી સાહિત્ય પરિષદ
- વર્ષ : 1989