રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરોપાસપાસે તોય કેટલાં જોજન દૂરનો આપણો વાસ!
જેમ કે, ગગન સાવ અડોઅડ તોય છેટાંનો ભાસ!
રાત દીનો સથવાર તે સામે મળવાનું તો
કોઈ દાડો સુખ મળતું નથી,
આવકારાનું વન અડાબીડ, બારણું ખોલી
ફળિયામાં સળવળતું નથી;
આંસુનેયે દઈ દીધો છે ભવનો કારાવાસ....
પાસપાસે તોય કેટલાં જોજન દૂરનો આપણો વાસ!
ઝાડથી ખરે પાંદડું એમાંય
કેટલાં કિરણ આથમ્યાનું સંભારણું હશે?
આપણી વચ્ચે ‘આવજો'ની કોઈ ભીંત હશે
કે યાદ જેવું કોઈ બારણું હશે?
પડખે સૂતાં હોય ને લાગે સમણાનો સહવાસ!
જેમ કે, ગગન સાવ અડોઅડ તોય છેટાંનો ભાસ.
paspase toy ketlan jojan durno aapno was!
jem ke, gagan saw aDoaD toy chhetanno bhas!
raat dino sathwar te same malwanun to
koi daDo sukh malatun nathi,
awkaranun wan aDabiD, baranun kholi
phaliyaman salawalatun nathi;
ansuneye dai didho chhe bhawno karawas
paspase toy ketlan jojan durno aapno was!
jhaDthi khare pandaDun emanya
ketlan kiran athamyanun sambharanun hashe?
apni wachche ‘awjoni koi bheent hashe
ke yaad jewun koi baranun hashe?
paDkhe sutan hoy ne lage samnano sahwas!
jem ke, gagan saw aDoaD toy chhetanno bhas

સ્રોત
- પુસ્તક : વીસમી સદીની ગુજરાતી કાવ્યમુદ્રા (પૃષ્ઠ ક્રમાંક 482)
- સંપાદક : ચન્દ્રકાન્ત શેઠ, યોગેશ જોષી, હર્ષ બ્રહ્મભટ્ટ, ઊર્મિલા ઠાકર
- પ્રકાશક : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય
- વર્ષ : 2021
- આવૃત્તિ : 2