રેખ્તા ગુજરાતી ઉત્સવ - 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરોખારવણ હીબકાં ભરે છે ને દરિયાની છાતી મૂંઝાય છે.
તૂટેલી હોડીને પૂછે છે ખારવણ
પોતાના દરિયાની વાત
ઝીલે છે હલ્લેસાં છાતીમાં
વિખરાતી મેલીને પોતાની જાત
સબ્બાક! દરિયાને કંઈનું કંઈ થાય છે
ખારવણ હીબકાં ભરે છે ને દરિયાની છાતી મૂંઝાય છે.
દરિયામાં ઓગળેલ દરિયાને ફંફોસે
ખંખોળી સાતે પાતાળ
આંખોમાં આંખો પરોવીને ખારવણ
દરિયાને પૂછે છે ભાળ.
અરે, અરે, દરિયાઓ સુકાતા જાય છે
ખારવણ હીબકાં ભરે છે ને દરિયાની છાતી મૂંઝાય છે.
kharwan hibkan bhare chhe ne dariyani chhati munjhay chhe
tuteli hoDine puchhe chhe kharwan
potana dariyani wat
jhile chhe hallesan chhatiman
wikhrati meline potani jat
sabbak! dariyane kaninun kani thay chhe
kharwan hibkan bhare chhe ne dariyani chhati munjhay chhe
dariyaman oglel dariyane phamphose
khankholi sate patal
ankhoman ankho parowine kharwan
dariyane puchhe chhe bhaal
are, are, dariyao sukata jay chhe

સ્રોત
- પુસ્તક : આપણી કવિતાસમૃદ્ધિ (ઉત્તરાર્ધ) (પૃષ્ઠ ક્રમાંક 417)
- સંપાદક : ચન્દ્રકાન્ત ટોપીવાળા
- પ્રકાશક : ગુજરાતી સાહિત્ય પરિષદ
- વર્ષ : 2004