રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરોદરિયામાં હોય એને મોતી કહેવાય છે, તો આંખોમાં હોય તેને શું?
અમે પૂછ્યું : લે, બોલ, હવે તું...
પંખીવછોઈ કોઈ એકલી જગ્યાને તમે માળો ક્હેશો કે બખોલ?
જોવાતી હોય કોઈ આવ્યાની વાટ ત્યારે ભણકારા વાગે કે ઢોલ?
બોલો સુજાણ, ઊગ્યું મારામાં ઝાડવું કે ઝાડવામાં ઊગી છું હું?
અમે પૂછ્યું : લે બોલ, હવે તું...
ઊંચી ઘોડી ને એનો ઊંચો અસવાર: એના મારગ મોટા કે કોલ મોટા?
દરિયો તરવાની હોડ માંડે તો દરિયાનું પાણી જીતે કે પરપોટા?
સૂરજ ન હોય તેવી રાતે ઝીંકાય છે એ તડકાઓ હોય છે કે લૂ?
અમે પૂછ્યું : લે બોલ, હવે તું....
dariyaman hoy ene moti kaheway chhe, to ankhoman hoy tene shun?
ame puchhyun ha le, bol, hwe tun
pankhiwchhoi koi ekli jagyane tame malo khesho ke bakhol?
jowati hoy koi awyani wat tyare bhankara wage ke Dhol?
bolo sujan, ugyun maraman jhaDawun ke jhaDwaman ugi chhun hun?
ame puchhyun ha le bol, hwe tun
unchi ghoDi ne eno uncho aswarah ena marag mota ke kol mota?
dariyo tarwani hoD manDe to dariyanun pani jite ke parpota?
suraj na hoy tewi rate jhinkay chhe e taDkao hoy chhe ke loo?

સ્રોત
- પુસ્તક : વીસમી સદીની ગુજરાતી કાવ્યમુદ્રા (પૃષ્ઠ ક્રમાંક 527)
- સંપાદક : ચંદ્રકાન્ત શેઠ, યોગેશ જોષી, હર્ષ બ્રહ્મભટ્ટ, ઊર્મિલા ઠાકર
- પ્રકાશક : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય
- વર્ષ : 2007