રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરોઆંસુડાં ઊંચકી મેં કરી’તી બે ફાડ્ય
ansuDan unchki mein kari’ti be phaDya
આંસુડાં ઊંચકી મેં કરી’તી બે ફાડ્ય, રે જી, કરી’તી બે ફાડ્ય,
માંયથી કસુંબલ નીસર્યો રે જાય, વીરા નીસર્યો રે જાય.
વેલ્ય સનગારીને જોતર્યા છે મોર, વીરા, મોરની જોડ્ય,
વાટ્યમાં તે પીછાં ખરતાં રે જાય, વીરા, ખરતાં રે જાય.
શામળાની સાયબીથી છાયલું આભ, વીરા,
કોણે રે કોણે બાંધ્યો આભલાંનો ઢાળ્ય, વીરા,
ચડતો ઊંચે ન ટોચે જરી જપ, ખાય, ચાંદો અડવડાં ખાય.
નીચે દડતાં દરિયે ઈ ને મરઘલાં ખાય.
વીરડો ખોદીને લીધો હેલ્યની પેર, વીરા,
હેલ્ય ભેળાં સૂરજ ન કરતાં રે ગેલ્ય, વીરા.
થાકોડે પગ તૂટે,
હેલ્ય ઢળી જાય ઢળ્યાં હેલ્યના પાણીપે પગલાં છંટાય, કોરાં પગલાં છંટાય.
ઘૂમટો ખોલું તો દેખું આભલું ચિક્કાર, રેજી, આભલું ચિક્કાર
ઘૂમટો ઢાંક્યે વાલમ ખૂલી ખૂલી જાય, વીરા, ખૂલી ખૂલી જાય.
ansuDan unchki mein kari’ti be phaDya, re ji, kari’ti be phaDya,
manythi kasumbal nisaryo re jay, wira nisaryo re jay
welya sangarine jotarya chhe mor, wira, morni joDya,
watyman te pichhan khartan re jay, wira, khartan re jay
shamlani saybithi chhayalun aabh, wira,
kone re kone bandhyo abhlanno Dhalya, wira,
chaDto unche na toche jari jap, khay, chando aDawDan khay
niche daDtan dariye i ne maraghlan khay
wirDo khodine lidho helyni per, wira,
helya bhelan suraj na kartan re gelya, wira
thakoDe pag tute,
helya Dhali jay Dhalyan helyna panipe paglan chhantay, koran paglan chhantay
ghumto kholun to dekhun abhalun chikkar, reji, abhalun chikkar
ghumto Dhankye walam khuli khuli jay, wira, khuli khuli jay

સ્રોત
- પુસ્તક : પ્રથમ સ્નાન (પૃષ્ઠ ક્રમાંક 53)
- સર્જક : ભૂપેશ અધ્વર્યુ
- સંપાદક : મૂકેશ વૈદ્ય, જયદેવ શુક્લ, રમણ સોની
- પ્રકાશક : ધીરેશ અધ્વર્યુ
- વર્ષ : 1986