આંસુ
aansu
રાજેન્દ્ર શાહ
Rajendra Shah
રાજેન્દ્ર શાહ
Rajendra Shah
આંસુ આ નહિ, રે
મારું ગળતું ગુમાન :
હે જી ઝરણું નાનું ને આડા પલળે પાખાણ...
સૂકાં રે વેરાને ફણગો ફૂટિયો
રૂખડાં ગગને ઘેરાય;
તડકો ચાંદરણું થઈ ઝુકિયો
જેને ઝુલવંત છાંય;
હે જી મૂંગાને મુખે શાં પળપળ છલકંત ગાન!
ટહૂકો શમે ને એની લ્હેરખી
નભની પાળ્યુંએ રેલાય;
વળતું આવીને કાંઈ રે' અડી
કૉળે કાળજું ને કાય;
હે જી માંહ્યલે તે સુખ એની માંણું ઓળખાણ...
સ્રોત
- પુસ્તક : કાવ્ય-કોડિયાં – રાજેન્દ્ર શાહનાં કાવ્યો (પૃષ્ઠ ક્રમાંક 88)
- પ્રકાશક : લોકમિલાપ ટ્રસ્ટ
