aangan uugyun fuul - Geet | RekhtaGujarati

આંગણ ઊગ્યું ફૂલ

aangan uugyun fuul

માધવ રામાનુજ માધવ રામાનુજ
આંગણ ઊગ્યું ફૂલ
માધવ રામાનુજ

તરસ્યા રહેવાનું

અમરતની નદિયુને કાંઠે–

તરસ્યા રહેવાનું...

કુદરતની વ્હાલપ વરસે છે

તોય અમે તો કોરા,

અણસમજણના આટાપાટા

રમી રહેલા છોરા;

આમ તમારા સાવ પડોશી

પણ અંતર સહેવાનું

તરસ્યા રહેવાનું.

અવગણના અળગી મૂકીને

નજર જરા ફેરવશો?

અમે તમારે આંગણ ઊગ્યાં

ફૂલ છીએ ના ડરશો!

દયા નહિ, આપો તો આપો

પ્રેમ –એ કહેવાનું...

સ્રોત

  • પુસ્તક : કવિતા : ડિસેમ્બર, ૧૯૭૯ (પૃષ્ઠ ક્રમાંક 30)
  • સંપાદક : સુરેશ દલાલ
  • પ્રકાશક : જન્મભૂમિ પ્રકાશન, મુંબઈ