ધીરેધીરે ખોલી તે આંગળીઓ કીધી પહોળી,
ઉદરમહીંની મૂઠી હાવાં બની ગઈ હથેળી!
પડખે સૂતાં આંગળીઓથી લઉં તુજ છાતી ખોળી,
બંધ આંખની બાળકલીલા તું સાંભરે, ભોળી!
ક્હેશો મા આ ટચૂકડી છે માત્ર કૂણી આંગળીઓ,
હતી બોલતી : મારે મન એ ગુલાબની પાંખડીઓ.
આંગળીઓના વેઢા ગણતાં ટૂચકા કહી રમાડી
બીજી વાતે ધ્યાન પરોવી ઝાઝું દિયે જમાડી!
આંગળીઓ સાહી લઈ ગઈ તું અક્ષરની દુનિયામાં,
પેનપાટીનો નાતો જગવ્યો તેં નાના ‘મુનિયા’માં!
છાત્રાલયથી દૂર શહેરના કાગળ ઘરમાં આવે,
કહેતી : એની આંગળિયુંના મરોડ આ અક્ષરમાં.
આંગળીઓમાં લાલ બીજી આંગળીઓ મૂકી દઈ
આંગળીઓની સરહદથી તું ક્યાં છેટેરી ગઈ?
dhiredhire kholi te anglio kidhi paholi,
udaramhinni muthi hawan bani gai hatheli!
paDkhe sutan angliothi laun tuj chhati kholi,
bandh ankhni balaklila tun sambhre, bholi!
khesho ma aa tachukDi chhe matr kuni anglio,
hati bolti ha mare man e gulabni pankhDio
angliona weDha gantan tuchka kahi ramaDi
biji wate dhyan parowi jhajhun diye jamaDi!
anglio sahi lai gai tun aksharni duniyaman,
penpatino nato jagawyo ten nana ‘muniya’man!
chhatralaythi door shaherna kagal gharman aawe,
kaheti ha eni angaliyunna maroD aa aksharman
anglioman lal biji anglio muki dai
anglioni sarahadthi tun kyan chheteri gai?

સ્રોત
- પુસ્તક : ગુજરાતી કવિતાચયન : ૧૯૯૪ (પૃષ્ઠ ક્રમાંક 81)
- સંપાદક : હરિકૃષ્ણ પાઠક
- પ્રકાશક : ગુજરાતી સાહિત્ય પરિષદ, અમદાવાદ
- વર્ષ : 1996