sangman raji raji - Geet | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

સંગમાં રાજી રાજી

sangman raji raji

રાજેન્દ્ર શાહ રાજેન્દ્ર શાહ
સંગમાં રાજી રાજી
રાજેન્દ્ર શાહ

સંગમાં રાજી રાજી

આપણ

એકબીજાના સંગમાં રાજી રાજી,

બોલવા ટાણે હોઠ ખૂલે નહિ,

નેણ તો રહે લાજી,

આપણ એકબીજાના સંગમાં રાજી રાજી.

લેવાને જાય ત્યાં જીવન

આખું તે ઠલવાય!

દેવાને જાય, છલોછલ

ભરિયું શું છલકાય!

એવી

આપલેને અવસરિયે પાગલ

કોણ રે’કહે પાજી?

આપણ એકબીજાના સંગમાં રાજી રાજી

વીતેલી વેળની કોઈ

આવતી ઘેરી યાદ,

ભાવિનાં સોણલાંનો યે

રણકે ઓરો સાદ;

આષાઢી

આભનાં વાદળ વીજ શાં વારિ

ઝરતાં રે જાય ગાજી!

આપણ એકબીજાના સંગમાં રાજી રાજી.

સ્રોત

  • પુસ્તક : આપણી કવિતાસમૃદ્ધિ (ઉત્તરાર્ધ) (પૃષ્ઠ ક્રમાંક 176)
  • સંપાદક : ચન્દ્રકાન્ત ટોપીવાળા
  • પ્રકાશક : ગુજરાતી સાહિત્ય પરિષદ
  • વર્ષ : 2004