he aaw, wasant kumari! - Geet | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

હે આવ, વસંત કુમારી!

he aaw, wasant kumari!

મણિલાલ દેસાઈ મણિલાલ દેસાઈ
હે આવ, વસંત કુમારી!
મણિલાલ દેસાઈ

હે આવ, વસંત કુમારી!

હર કૂંપળ હર કલિ કલિ બસ વાટ જુએ છે તારી.

ભર્યો પડ્યો જામ રંગ રસ ગંધ થકી મદમાતો,

હોઠથી છલકી જાચ હરખ ના અંગ મહીં સમાતો,

સ્હેજ નૂપુર ઝણકે તારાં તો છલકી જાય કિનારી.

ધરણીએ તૃણના ઘૂંઘટને જરા હઠાવી જોયું,

આકાશે વાદળની લટને જરા સમારી જોયું,

કણકણમાં વૃન્દાવન કેરી રંગત હવે થનારી.

પુરાણી ધરતી આજે યૌવનચીર સજે છે,

આજ સુણે જ્યાં કાન, ત્યાં બસ એક વાદ્ય બજે છે,

કામદેવની સાથ રતિ અહીંયાં રમણે ચડનારી.

હે આવ, વસંત કુમારી!

સ્રોત

  • પુસ્તક : રાનેરી (પૃષ્ઠ ક્રમાંક 4)
  • સર્જક : મણિલાલ દેસાઈ
  • પ્રકાશક : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય
  • વર્ષ : 1987
  • આવૃત્તિ : 2