ame te ! - Geet | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

અમે તે.......!

ame te !

રમેશ જાની રમેશ જાની
અમે તે.......!
રમેશ જાની

અમે તે પરથમી કેરે

કણ કણ ઘડીઆં રે

અમે તે અંકાશ કેરે

તેજે તે મઢીઆં જી!

અમે તે.

અરે આંગણીએ રે

રાતાં તે ફૂલડાંની

લેલૂંબ લૂમીઝૂમી ડાળ જી,

એવાં તે ફૂલડાંની અમે

રંગ રાગ ફાગ ભરી

મ્હાલતાં તે કંઠે ધરી માળ જી!

અમે તે.

અમારે આંગણીએ રે

ધોળાં તે ફૂલડાંની

મઘમઘ મ્હોરી ઊઠી માળ જી,

રે તે ફૂલડાંની અમે

હરખે વિરાગ ભરી

મ્હાલતાં તે કંઠે ધરી માળ જી!

અમે તે.

અમે તે પરથમીઆં ને

અમે તે અંકાશનાં જી,

અમે તે અંધારનાં જી

અમે તે.

સ્રોત

  • પુસ્તક : પૂર્વા (પૃષ્ઠ ક્રમાંક 10)
  • સર્જક : રમેશ જાની
  • પ્રકાશક : અક્ષરા (મુંબઈ) પ્રકાશન
  • વર્ષ : 1984