aaje taro kagal malyo - Geet | RekhtaGujarati

આજે તારો કાગળ મળ્યો

aaje taro kagal malyo

મુકેશ જોશી મુકેશ જોશી
આજે તારો કાગળ મળ્યો
મુકેશ જોશી

આજે તારો કાગળ મળ્યો

ગોળ ખાઈને સૂરજ ઊગે, એવો દિવસ ગળ્યો

એક ટપાલી મૂકે હાથમાં... વ્હાલ ભરેલો અવસર

થાય કે બોણી આપું, પહેલાં છાંટું એને અત્તર

વૃક્ષોને ફળ આવે એવો મને ટપાલી ફળ્યો. આજેo

તરસ ભરેલા પરબીડિયાની વચ્ચે મારી જાત

‘લે મને પી જા હે કાગળ!’ પછી માંડજે વાત

મારો જીવ મને મૂકીને અક્ષરમાં જઈ ભળ્યો... આજેo

એકેએક શબદની આંખો, અજવાળાથી છલકે

તારા અક્ષર તારા જેવું મીઠું મીઠું મલકે

મારો સૂરજ પશ્ચિમ બદલે તારી બાજુ ઢળ્યો....આજેo

સ્રોત

  • પુસ્તક : સિગ્નેચર પોયમ્સ (પૃષ્ઠ ક્રમાંક 102)
  • સંપાદક : મણિલાલ હ. પટેલ, ગિરિશ ચૌધરી
  • પ્રકાશક : એકત્ર ફાઉન્ડેશન (ડિજિટલ પ્રકાશન)
  • વર્ષ : 2021