આહા કેવાં યશગીત ગવાએ
Aaha keva yashgeet gavaae
નર્મદ
Narmad
નર્મદ
Narmad
આહા કેવાં યશગીત ગવાએ, જોદ્ધો રણે લડતો પડી જાએ. ટેક
લાંબો ચતોપાટ એ પડ્યો શોભે, વ્હે છાતી ઘાએ કપાળ તો જોભે. આ૦
શોક ઘણો થાય એ પડવાથી, સહુને ઉત્તેજન મળતૂં એનાથી. આ૦
દેશને કાજ લડી ખૂબ મરવૂં, યશના કલ્લોલમાં રંગથી તરવૂં. આ૦
ભણી ગણી નર્મદ શૂરવીર થાજે, જસ પીઈ સંતતીને પછી પાજે. આ૦
સ્રોત
- પુસ્તક : નર્મદની કવિતા (પૃષ્ઠ ક્રમાંક 141)
- સંપાદક : રમેશ મ. શુક્લ
- પ્રકાશક : પાર્શ્વ પબ્લિકેશન, અમદાવાદ
- વર્ષ : 2015
- આવૃત્તિ : ત્રીજી આવૃત્તિ
