shyam - Geet | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

મેશ આંજું, રામ!

લેશ જગ્યા નહીં, હાય સખીરી! નયન ભરાયો શ્યામ.

એક ડરે રેખ ખેંચું ભલે હસે વ્રજવામ,

રખે નયનથી નીર વહે તો સંગે વહે ઘનશ્યામ-મેશ.

કાળા કરમનો કાળો મોહન કાળું એનું નામ,

કાજળની વધુ કાળપ લાગે કરશે કેવાં કામ, -મેશ.

સ્રોત

  • પુસ્તક : આપણી કવિતાસમૃદ્ધિ (ઉત્તરાર્ધ) (પૃષ્ઠ ક્રમાંક 82)
  • સંપાદક : ચન્દ્રકાન્ત ટોપીવાળા
  • પ્રકાશક : ગુજરાતી સાહિત્ય પરિષદ
  • વર્ષ : 2004