sadho, sumiran dhimi anche - Geet | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

સાધો, સુમિરન ધીમી આંચે

sadho, sumiran dhimi anche

હરીશ મીનાશ્રુ હરીશ મીનાશ્રુ
સાધો, સુમિરન ધીમી આંચે
હરીશ મીનાશ્રુ

સાધો, સુમિરન ધીમી આંચે

અજવાળાં ઓગાળી ઢાળે નિજસ્વરૂપને ઢાંચે

મરુથળ મધ્યે અદીઠ તરુની

ઘટા અનુપમ દીઠી

વૈયાકરણી શું જાણે રે

કઈ ડાળખી મીઠી

અમરતની પાંદડીઓ ચૂંટે કિયું પંખી વણચાંચે

ચિત્રગુપ્તના ગ્રંથ મહીં જો

હોય જોડણીદોષો

સંત અલખનો લહિયો, ભઈલા

રાખો જરી ભરોસો

મોતીના દાણા શા અક્ષર અનપઢ હોય તે વાંચે

સ્રોત

  • પુસ્તક : પદપ્રાંજલિ (પૃષ્ઠ ક્રમાંક 29)
  • સર્જક : હરીશ મીનાશ્રુ
  • પ્રકાશક : ઈમેજ પબ્લિકેશન્સ પ્રા. લિ.
  • વર્ષ : 2004