aadhunik lokgeet - Geet | RekhtaGujarati

આધુનિક લોકગીત

aadhunik lokgeet

સુરેશ દલાલ સુરેશ દલાલ
આધુનિક લોકગીત
સુરેશ દલાલ

જન્મ્યા છો તો ભલે જનમિયા : મૂગા મરજો.

દુનિયાદારીની છે દુનિયા : મૂગા મરજો.

કાગળ કેરાં ફૂલ ફળે અહીં : મૂગા મરજો.

ચૅકબુકના દીવા બળે અહીં : મૂગા મરજો.

કાગળ આખો, માણસ ડૂચા : મૂગા મરજો.

અહીં નહીં રુચિ કે ઋચા : મૂગા મરજો.

ઈંટ અને પથ્થરનો માણસ : મૂગા મરજો.

ટ્યૂબલાઇટમાં સૂરજ ફાનસ : મૂગા મરજો.

પ્રેમબેમનું નામ અહીં નહીં : મૂગા મરજો.

કામ, કામ ને કામ રહ્યા અહીં : મૂગા મરજો.

સ્રોત

  • પુસ્તક : કાવ્ય-કોડિયાં : સુરેશ દલાલ (પૃષ્ઠ ક્રમાંક 48)
  • સંપાદક : નિરંજન ભગત
  • પ્રકાશક : લોકમિલાપ ટ્રસ્ટ, ભાવનગર
  • વર્ષ : 1980