aa niil vyom te harivar - Geet | RekhtaGujarati

આ નીલ વ્યોમ તે હરિવર

aa niil vyom te harivar

પુરુષોત્તમ શિવરામ રેગે પુરુષોત્તમ શિવરામ રેગે
આ નીલ વ્યોમ તે હરિવર
પુરુષોત્તમ શિવરામ રેગે

આ નીલ વ્યોમ તે હરિવર

ને આ એક તારલી રાધા

બાવરી, યુગયુગની મન બાધા.

આ વિસ્તાર ધરાનો ગોવિંદ

ને આ અક્ષતભૂમિ રાધા

સફળ એ યુગયુગ પ્રિયંવદા

નિશ્ચલ વ્હેતું જલ આ કૃષ્ણ

તટ પર વન ઝૂકે તે રાધા

વિપ્રશ્ન, યુગયુગની ચિરતંદ્રા.

સ્રોત

  • પુસ્તક : કવિતા - ઑક્ટોમ્બર, 1968 (પૃષ્ઠ ક્રમાંક 36)
  • સંપાદક : સુરેશ દલાલ
  • પ્રકાશક : જન્મભૂમિ પ્રકાશન, મુંબઈ