laDi widay - Garbi | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

(સપ્તચેકો ત્રિતાલ)

આજ હોય સાસરે લાડી વિદાય રે,

આશરે, ઈશ તારે.

ઈશ, તું રક્ષણ કરજે રે એનું;

એનું અન્ય કો ત્યાંય રે. આશરેo

સાસરી હોય સુંવાળી ઘણેરી;

તોપણ કઠણ કહેવાય રે. આશરેo

ગામ અજાણ્યું ને ઠામ અજાણ્યું;

જન અજાણ્યા માંહ્ય રે. આશરેo

ખાવું પીવું પર મરજી પર;

ભૂખે મૂએ મગાય રે! આશરેo

નિત્ય નિર્ઝણ કરતાં શીખવાં શું;

વ્રત કાઢ્યું વડાય રે? આશરેo

બોલવું તો પૂછ્યું, ચાલવું ચાલે રે;

કહેલું કરવું સદાય રે. આશરેo

બાર વરસની બાળકીએ ક્યમ;

ઠાવકાં આમ થવાય રે? આશરેo

રમતી કૂદતી હરણીએ તો ક્યમ;

પગલાં ભરાવ્યાં ભરાય રે? આશરેo

લાડે રમેલી કેમ ચરણ મુખ;

ને મન બાંધી મુકાય રે? આશરેo

જીવતાં જડ થઈ પૂતળાં પેઠે;

નચાવ્યાં કેમ નચાય રે? આશરેo ૧૦

જોગી જતિની જ્યાં ગતિ ચાલે;

તે કેમ કહો એથી થાય રે? આશરેo ૧૧

થાયે કે નહિ પણ નિશ્ચે કરે છે;

એમ સુકોમળ બાળાય રે. આશરેo ૧પ

એથી અધિક કંઈ હોય ત્યારેજ;

નવલ સાસરી નિંદાય રે. આશરેo ૧૩

સ્રોત

  • પુસ્તક : બાળ ગરબાવલી (પૃષ્ઠ ક્રમાંક 42)
  • સર્જક : નવલરામ લક્ષ્મીરામ પંડ્યા
  • પ્રકાશક : વસુમતિ ધીમતરામ નવલરામ
  • વર્ષ : 1941
  • આવૃત્તિ : 39