રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરો(ગરબી)
સખી, રૂઠ્યો છે આજ રસિક સામળો જો;
હશે પાતળાના પેટમાં શો આમળો જો? સખીo
સખી, ખાવા ધાયે છે ચંદન ખાટલો જો;
નથી કોદી રિસાયો તે સુંદર આટલો જો. સખીo
સખી, ચંદ્ર મને આજ બાળે છે બહુ જો;
સજન સાથ સહિયર મહાલતી હશે સહુ જો. સખીo
સખી, વાળા વીજણ વા તે લૂ લહું જો;
ભભૂકા ઊઠે છે ભીતરે શું શું કહું જો? સખીo
સખી, બોલી ન ચાલી રિસાવા સમું જો;
વિના કારણે આ વેદના કેમે ખમું જો? સખીo
સખી પાણી મૂક્યું ન હું પીઉં જમું જો;
અરે, લાવ મનાવી તુંને પાયે નમું જો. સખીo
સખી, નર્મદાને દૂખ કેમ આલતો જો?
કહેજે આવી જરા ઓ ભૂંડા તું હાલ તો જો. સખીo
કહેજે નર્મદા મૂકી તું કહાં મહાલતો જો;
લઇ ગાલરે દરસાવ જૂઠું વહાલ તો જો. સખીo
(garbi)
sakhi, ruthyo chhe aaj rasik samlo jo;
hashe patlana petman sho aamlo jo? sakhio
sakhi, khawa dhaye chhe chandan khatlo jo;
nathi kodi risayo te sundar aatlo jo sakhio
sakhi, chandr mane aaj bale chhe bahu jo;
sajan sath sahiyar mahalti hashe sahu jo sakhio
sakhi, wala wijan wa te lu lahun jo;
bhabhuka uthe chhe bhitre shun shun kahun jo? sakhio
sakhi, boli na chali risawa samun jo;
wina karne aa wedna keme khamun jo? sakhio
sakhi pani mukyun na hun piun jamun jo;
are, law manawi tunne paye namun jo sakhio
sakhi, narmdane dookh kem aalto jo?
kaheje aawi jara o bhunDa tun haal to jo sakhio
kaheje narmada muki tun kahan mahalto jo;
lai galre darsaw juthun wahal to jo sakhio

સ્રોત
- પુસ્તક : શ્રેષ્ઠ નર્મદ (પૃષ્ઠ ક્રમાંક 24)
- સંપાદક : રમણ સોની
- પ્રકાશક : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય
- વર્ષ : 2023