રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરો(“મારું સોનાનું છે બેડું રે, છેલ છબીલા છોગાળા.”-એ રાગ)
સખી જો આ સુંદર શોભેરે, ફુલવાડીમાં જુઈ ફૂલી;
જોઈ લોકોનો મત લોભેરે, ફુલવાડીમાં જુઈ ફૂલી.
છે દેખાતી તો છોટીરે, ફુલવાડીમાં જુઈ ફૂલી;
ગુણ ગણતાં તો છે મોટી રે, ફુલવાડીમાં જુઈ ફૂલી.
વડી વસ્તીમાં વખણાઈરે, ફુલવાડીમાં જુઈ ફૂલી;
છે બાળકી જેવી બાઈ રૈ, ફુલવાડીમાં જુઈ ફૂલી.
સૌ જન કહે સાદી સારીરે, ફુલવાડીમાં જુઈ ફૂલી;
કહિયે કોઈ દેવકુમારીરે, ફુલવાડીમાં જુઈ ફૂલી.
વનિતાને લાગે વ્હાલીરે, ફુલવાડીમાં જુઈ ફૂલી;
નથી ઠાઠ જણવતી ઠાલીરે, કુલવાડીમાં જુઈ ફૂલી.
નથી કોઈ કહેતું કોઈ નઠારીરે, ફુલવાડીમાં જુઈ ફૂલી;
નિરખી હરખે નરનારીરે, ફુલવાડીમાં જુઈ ફૂલી.
એવી પુત્રી જે જન પામેરે, ફુલવાડીમાં જુઈ ફૂલી;
જગમાં તેનો જશ જામેરે, ફુલવાડીમાં જુઈ ફૂલી.
જુઈ ઠરજો સુખી સૌ ઠામેરે, ફુલવાડીમાં જુઈ ફૂલી;
દીધી આશિષ દલપતરામેરે, ફુલવાડીમાં જુઈ ફૂલી.
(“marun sonanun chhe beDun re, chhel chhabila chhogala ” e rag)
sakhi jo aa sundar shobhere, phulwaDiman jui phuli;
joi lokono mat lobhere, phulwaDiman jui phuli
chhe dekhati to chhotire, phulwaDiman jui phuli;
gun gantan to chhe moti re, phulwaDiman jui phuli
waDi wastiman wakhnaire, phulwaDiman jui phuli;
chhe balki jewi bai rai, phulwaDiman jui phuli
sau jan kahe sadi sarire, phulwaDiman jui phuli;
kahiye koi dewakumarire, phulwaDiman jui phuli
wanitane lage whalire, phulwaDiman jui phuli;
nathi thath janawti thalire, kulwaDiman jui phuli
nathi koi kahetun koi natharire, phulwaDiman jui phuli;
nirkhi harkhe narnarire, phulwaDiman jui phuli
ewi putri je jan pamere, phulwaDiman jui phuli;
jagman teno jash jamere, phulwaDiman jui phuli
jui tharjo sukhi sau thamere, phulwaDiman jui phuli;
didhi ashish dalapatramere, phulwaDiman jui phuli

સ્રોત
- પુસ્તક : દલપતરામનાં શ્રેષ્ઠ કાવ્યો (પૃષ્ઠ ક્રમાંક 88)
- સંપાદક : ચન્દ્રકાન્ત ટોપીવાળા
- પ્રકાશક : પાર્શ્વ પબ્લિકેશન
- વર્ષ : 2008