yauwan - Free-verse | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

હાલ

ત્રીસ વરસની ઉમ્મરે

હું મારા યૌવનને

હમણાં જન્મેલા મારા બાળકની જેમ

મારી નજીક

છતાં

મારાથી બહાર રાખું છું,

જ્યારે

હું પિસ્તાળીસ વરસનો થઈશ

ત્યારે

ત્યારે મુગ્ધાવસ્થાએ પ્હોંચેલ પુત્રીની જેમ

યૌવનને મારાથી દૂર, અને બીજાથી નજીક જવા દેવાનો

આનંદ મેળવીશ.

જ્યારે, હું સિત્તેર વરસનો થઈશ

ત્યારે

એક હજાર માઈલ દૂર

સાનફ્રાન્સિસ્કોમાં ઠરીઠામ થયેલા મારા પુત્ર જેમ

યૌવન સાથે

હું પત્રવ્યવહાર જેવું મળતો રહીશ.

અવારનવાર

અવકાશયાનની ઝડપે રૂબરૂ હોંચી જઈ ભેટીશ.

હું

ક્યારે

વૃદ્ધ નહિ થાઉં.

સ્રોત

  • પુસ્તક : આપણી કવિતાસમૃદ્ધિ (ઉત્તરાર્ધ) (પૃષ્ઠ ક્રમાંક 202)
  • સંપાદક : ચન્દ્રકાન્ત ટોપીવાળા
  • પ્રકાશક : ગુજરાતી સાહિત્ય પરિષદ
  • વર્ષ : 2004