wrikshkawyo - Free-verse | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

વૃક્ષકાવ્યો

wrikshkawyo

ધૂની માંડલિયા ધૂની માંડલિયા
વૃક્ષકાવ્યો
ધૂની માંડલિયા

માત્ર વૃક્ષો નહીં

સાથે

છાંયડો પણ કપાય છે.

પલંગ

ઉપર સૂઉં છું

ને

એક વૃક્ષ

સતત ઊડાઊડ કરે છે

મારી આસપાસ

ઉપર-નીચે

ચોમાસું ક્યારે?

જાણવા

વૃક્ષો પંચાંગ નથી જોતાં

દોસ્ત,

ભીંતનું અને વૃક્ષનું

તૂટી પડવું

એકસરખું નથી

વૃક્ષને

જ્યારે પ્રથમ ફળ

બેસે છે ત્યારે

સીમ આખી ઊજવે છે

ઉત્સવ.

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી કવિતા ચયન 1993 (પૃષ્ઠ ક્રમાંક 24)
  • સંપાદક : ચન્દ્રકાન્ત ટોપીવાળા
  • પ્રકાશક : ગુજરાતી સાહિત્ય પરિષદ
  • વર્ષ : 1995