Wordsworth Nu Grasmere - Free-verse | RekhtaGujarati

વર્ડ્ઝવર્થનું ગ્રાસમિયર

Wordsworth Nu Grasmere

ઉમાશંકર જોશી ઉમાશંકર જોશી
વર્ડ્ઝવર્થનું ગ્રાસમિયર
ઉમાશંકર જોશી

તડકો અહીં વધુ તડકીલો,

વર્ષા વધુ વર્ષીલી :

તૃણ વધુ હરિત, વ્યોમ વધુ નીલું,

લહરી વધુ લહરીલી.

પતંગિયાં-ફૂલનું પૂછો,

હૃદય એય વધુ હૃદય;

કવિશબ્દ-ધબકથી અનુભવાય અહીં

ઈશ્વર અદકેરો ઈશ્વર.

સ્રોત

  • પુસ્તક : સમગ્ર કવિતા (પૃષ્ઠ ક્રમાંક 791)
  • સર્જક : ઉમાશંકર જોશી
  • પ્રકાશક : ગંગોત્રી ટ્રસ્ટ, અમદાવાદ
  • વર્ષ : 1981
  • આવૃત્તિ : બીજી આવૃત્તિ