રેખ્તા ગુજરાતી ઉત્સવ - 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરોમગરોને મરવા ન દેતી, નદી.
તારાં પાણીને જીવતાં રાખવાનો કદાચ હવે બીજો કોઈ ઉપાય
બાકી રહ્યો નથી.
મદમાતી માદા મગરીના કાનમાં કહેજે
કે ઈંડાં બને તેટલાં વધારે મૂકે, ફળેલાં,
ભલે તારા તટો પરનો કાદવ ઝેરીલો જણાય.
જોરીલા નર મગરોને નજર નોંધીને કહેજે, નદી,
કે આંખો કોરી અને કાતિલ રાખે.
માર ખાઈ ખાઈને હવે રોવાનું ભૂલી ગયા છે મગરો
એ ઠીક જ થયું છે.
એમનાં આંસુ તો પહોંચી ગયાં છે તારે કાંઠે કમઠાણ મચાવતા
કેટલાકોની આંખોમાં.
તારા મગરોને કોરી આંખે જીવતા રાખજે, વિશ્વામિત્રી.
અને એમને કહી રાખજે,
ઓ મરણાસન્ન નદી,
કે યમનો પાડો આવે, તને લઈ જવાને ઇરાદે,
ત્યારે તરત
તારા તટમાં એણે મૂકેલા આગલા બન્ને પગથી એને પકડી લે,
પોતાની બળકટ મોંફાડ ઝડપભેર ઉંઘાડી, દાંત ઊંડા ખૂંપાવી,
ત્યાં જ રોકી રાખે
અસંયમી બનેલા યમના આજના એ અવિચારી પાડાને.
રોકી પાડજે એને તારા તટે કે હાણ ન પહોંચે તારી સખીઓને,
પેલી જાંબુવાને, પેલી ઢાઢરને ને ઉપરવાસે
પાવાગઢે રૂમઝૂમતી ઝરણીઓને.
જાણું છું કે
તું કાંઈ ગંગા, બ્રહ્મપુત્રા કે નર્મદા નથી.
નાનકડી મારી નદી,
જાણું છું કે આજે તારું મગજ ફરી ગયું છે, આ ધોધમાર
વરસાદમાં ને ઘૂસી ગયાં છે કલાલીથી કલ્યાણનગર, સિદ્ધાર્થ
બંગલાથી સેન્ટ્રલ જેલ, કોઠી કચેરીથી પ્રાણીબાગનાં પાંજરા
સુધી બધે તારાં પાગલ પાણી.
તો ભલે.
ડાહીડમરી ન થતી.
મરે તો પાગલ થઈને મરજે.
ડાહ્યાડમરાઓનો હવે ભરોસો નથી રહ્યો કોઈને,
કેમ કે ડહાપણ પોતે જ એક કાચિંડો બનીને ફર્યા કરે છે,
ઉધાર પાણીએ ઊછરેલી અમારી અલગ અલગ રંગની વાડો ઉપર.
પાગલ થઈને જીવતી રહેજે - હવે એ એક જ રીત રહી છે.
જીવવાની.
પાગલ થઈને પ્રેમ કરતી રહેજે - હવે એ એક જ રીત બચી છે,
પ્રેમ કરવાની.
તારે બેય કાંઠે બાકીનું બધું જે પ્રેમ વિનાનું પાગલ થઈ ગયું છે.
વિશ્વામિત્રી.
થોડાક પ્રેમઅંશ પાગલોના થોડાક પાગલ પ્રેમ સિવાય.
એટલે એયે જોજે, ઓ નદી,
કે તારા જ પૂરમાં તણાઈને વડોદરા શહેરની શેરીઓમાં ભૂલાં
પડ્યાં છે જે તારાં મગરોનાં બચ્ચાં, અબુધ,
એમને પોતાના કુમળા-કઠણ હાથોમાં ઝાલી
પાછાં તારા વહેણમાં મૂકવા આવનારા પણ
આ વડોદરાના વાસીઓ જ છે, વિશ્વામિત્રી,
ત્રણેને તું ઓળખજે, નદી-
'વડ’પણવાળા થોડાક વડોદરિયાઓને,
જે તારા મારકણા મગરો અને મથોડાં ઊંચાં પૂર સાથેની તું જે છે
એવી તને ચાહે છે.
અને ઓળખજે તારાં પાણીને પરાણે ઝેર પિવડાવનારાઓને,
જેમણે એ પીણાં બનાવવાના પરવાના કઢાવ્યા છે, કોઠી કચેરી
અને ખંડેરાવ માર્કેટમાંથી.
અને જોજે ઓળખવાનું રખે ચૂકતી અમને,
તારા પુલ પર ઊભા રહીં, મગરોને, મેલાંને અને મરતાંને,
ત્રણેને ટગર ટગર જોતા તમાશબીનોને.
કાળીમેશ બેદરકારીથી મેલુંમટ અને લાલઘૂમ લાલચોથી
લોહીરંગ બનેલું આ શહેર તને અધમૂવી તો કરી ચૂક્યું છે.
પણ બળાત્કાર પછી હત્યા કરવાની જેમને ટેવ પડી છે એવા સહુ
તને જીવતી નહીં છોડે, નદી.
ઓળખજે અમને સહુને,
કોઈ તને મારવા ચહે તોયે મરતી નહીં તું.
ને મરવા ન દેતી તારા મગરોને.
પોતાનાં ઈંડાં ખાવા આવનારાં જનાવરોને ફાડી ખાવાં
ધારદાર દાંતોની હારભર્યાં જે જડબાં ઉઘાડીને તારી માદા મગરો તારા
કાંઠાઓ તરફ ધસારા કરે,
એ જ જડબાંને કોમળતાથી ઉઘાડી પોતાનાં નવજાત
બચ્ચાંઓને એમાં ઊંચકી,
એ તારે ખોળે રમતાં મૂકવા પાછી ફરે છે.
હું યે જે કલમે પીડાના પ્રકોપભર્યા શબ્દો લખું,
એ જ કલમે વિનવણીનું આ કાવ્ય લખી તારી પાસે આવ્યો છું.
આજે.
ઢાંકણ વગરની લેખણ લઈને તારે કાંઠે રહેતો એક કવિ
તને કહે છેઃ
નદી રૂપે વહેવાની તારી વાજબી શરતે જીવતી રહેવા માટે,
વિશ્વામિત્રી, તારા મગરોને મરવા ન દેતી.
magrone marwa na deti, nadi
taran panine jiwtan rakhwano kadach hwe bijo koi upay
baki rahyo nathi
madmati mada magrina kanman kaheje
ke inDan bane tetlan wadhare muke, phalelan,
bhale tara tato parno kadaw jherilo janay
jorila nar magrone najar nondhine kaheje, nadi,
ke ankho kori ane katil rakhe
mar khai khaine hwe rowanun bhuli gaya chhe magro
e theek ja thayun chhe
emnan aansu to pahonchi gayan chhe tare kanthe kamthan machawta
ketlakoni ankhoman
tara magrone kori ankhe jiwta rakhje, wishwamitri
ane emne kahi rakhje,
o marnasann nadi,
ke yamno paDo aawe, tane lai jawane irade,
tyare tarat
tara tatman ene mukela aagla banne pagthi ene pakDi le,
potani balkat momphaD jhaDapbher unghaDi, dant unDa khumpawi,
tyan ja roki rakhe
asanymi banela yamna aajna e awichari paDane
roki paDje ene tara tate ke han na pahonche tari sakhione,
peli jambuwane, peli DhaDharne ne uparwase
pawagDhe rumjhumti jharnione
janun chhun ke
tun kani ganga, brahmputra ke narmada nathi
nanakDi mari nadi,
janun chhun ke aaje tarun magaj phari gayun chhe, aa dhodhmar
warsadman ne ghusi gayan chhe kalalithi kalyanangar, siddharth
banglathi sentral jel, kothi kacherithi pranibagnan panjra
sudhi badhe taran pagal pani
to bhale
DahiDamri na thati
mare to pagal thaine marje
DahyaDamraono hwe bharoso nathi rahyo koine,
kem ke Dahapan pote ja ek kachinDo banine pharya kare chhe,
udhaar paniye uchhreli amari alag alag rangni waDo upar
pagal thaine jiwti raheje hwe e ek ja reet rahi chhe
jiwwani
pagal thaine prem karti raheje hwe e ek ja reet bachi chhe,
prem karwani
tare bey kanthe bakinun badhun je prem winanun pagal thai gayun chhe
wishwamitri
thoDak premansh paglona thoDak pagal prem siway
etle eye joje, o nadi,
ke tara ja purman tanaine waDodra shaherni sherioman bhulan
paDyan chhe je taran magronan bachchan, abudh,
emne potana kumala kathan hathoman jhali
pachhan tara wahenman mukwa awnara pan
a waDodrana wasio ja chhe, wishwamitri,
trnene tun olakhje, nadi
waD’panwala thoDak waDodariyaone,
je tara marakna magro ane mathoDan unchan poor satheni tun je chhe
ewi tane chahe chhe
ane olakhje taran panine parane jher piwDawnaraone,
jemne e pinan banawwana parwana kaDhawya chhe, kothi kacheri
ane khanDeraw marketmanthi
ane joje olakhwanun rakhe chukti amne,
tara pul par ubha rahin, magrone, melanne ane martanne,
trnene tagar tagar jota tamashbinone
kalimesh bedarkarithi melunmat ane lalghum lalchothi
lohirang banelun aa shaher tane adhmuwi to kari chukyun chhe
pan balatkar pachhi hatya karwani jemne tew paDi chhe ewa sahu
tane jiwti nahin chhoDe, nadi
olakhje amne sahune,
koi tane marwa chahe toye marti nahin tun
ne marwa na deti tara magrone
potanan inDan khawa awnaran janawrone phaDi khawan
dharadar dantoni harbharyan je jaDban ughaDine tari mada magro tara
kanthao taraph dhasara kare,
e ja jaDbanne komaltathi ughaDi potanan nawjat
bachchanone eman unchki,
e tare khole ramtan mukwa pachhi phare chhe
hun ye je kalme piDana prkopbharya shabdo lakhun,
e ja kalme winawninun aa kawya lakhi tari pase aawyo chhun
aje
Dhankan wagarni lekhan laine tare kanthe raheto ek kawi
tane kahe chhe
nadi rupe wahewani tari wajbi sharte jiwti rahewa mate,
wishwamitri, tara magrone marwa na deti

સ્રોત
- પુસ્તક : નવનીત સમર્પણ - ઓક્ટોબર, 2019 (પૃષ્ઠ ક્રમાંક 84)
- વર્ષ : 2019