રેખ્તા ગુજરાતી ઉત્સવ - 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરોલાવ થોડું અજવાળું ઉપજાવી લઈએ આ રાતમાં.
સૂરજ ડૂબ્યે કંઈ એટલો વખત નથી થયો
કે એ હમણાં ફરી ઊગે.
અવેજીમાં જે કંઈ આવી શકે ખપમાં,
ઝાઝું નહીં તો ટકી રહેવા પૂરતું,
એ પેદા કરી લઈએ આ રાતમાં.
લીલા ઝાડને જોઈને થાય
કે આ સુકાઈ ગયું હોત તો સારું, બળતણ મળત,
એવો વખત છે, આ.
જીવતા હરણને જોઈને થાય
કે આને હણીને વાપરીએ,
માંસ ખાવામાં આવશે, ચામડું ઓઢવામાં, શિંગડાં લઢવામાં,
એવો વખત છે, આ.
આ અંધારા વખતમાં લાવ થોડુંક અજવાળું આપણે કોક નવી રીતે
નિપજાવી લઈએ આ રાતમાં.
કેમ કે અંધારાથી ટેવાવું તો નથી જ.
ભલે ક્યાંક ગમે તેવું ગંધાતું હોય, કે ગમી જાય તેવું, પણ જગતને
ફક્ત સૂંઘી સૂંઘીને જાણવું નથી.
દુનિયાને નથી ઓળખવી શિકાર કે શિકારીના ફરકતા ફફડતા કાન માંડીને.
જોવું છે, જોવું છે, જોવું છે,
જૂના જમાનામાં મફતમાં મળતું’તું એવું અજવાળું હવે નથી તો શું થયું?
સૂકવવા જોગ જે જડી આવે અંદર એને સુકાવી લઈએ.
પગને અથડાતા પથરાઓને પરસ્પર ટકરાવી તણખા ઉપજાવી લઈએ.
સમયના લોઢાની તીણી સારડી જાતે ફરે છે એનાથી વધારે ઝડપે ઘુમાવીને આપણી જ હથેળીમાં ભાર દઈને પેદા કરી લઈએ થોડીક આગ.
સૂકાં પાંદડાંમાં, સુકાયેલાં પાંદડાંના ઢગલા જેવા આપણા મનમાં
જે ઊપજે તે અજવાળું,
ન કે શેકવા, સળગાવવા, બાળવા, રાખ કરવા માટેની આગ.
આપણી આગ એટલે અંતે અજવાળું, એવી આગ જે છેવટ બસ અજવાળું.
છો થોડુંક આ અજવાળું થોડુંક જોવા દે થોડીક વાર અહીં આટઆટલામાં જ, ભલે
લાવ થોડીક વાર થોડુંક અજવાળું ઉપજાવી જોઈએ
ને જાતે જોઈએ, આ પળને, આ સ્થળને, ખુલ્લી આંખે,
આ અંધારી રાતમાં, વિપાશા.
law thoDun ajwalun upjawi laiye aa ratman
suraj Dubye kani etlo wakhat nathi thayo
ke e hamnan phari uge
awejiman je kani aawi shake khapman,
jhajhun nahin to taki rahewa puratun,
e peda kari laiye aa ratman
lila jhaDne joine thay
ke aa sukai gayun hot to sarun, baltan malat,
ewo wakhat chhe, aa
jiwta haranne joine thay
ke aane hanine wapriye,
mans khawaman awshe, chamaDun oDhwaman, shingDan laDhwaman,
ewo wakhat chhe, aa
a andhara wakhatman law thoDunk ajwalun aapne kok nawi rite
nipjawi laiye aa ratman
kem ke andharathi tewawun to nathi ja
bhale kyank game tewun gandhatun hoy, ke gami jay tewun, pan jagatne
phakt sunghi sunghine janawun nathi
duniyane nathi olakhwi shikar ke shikarina pharakta phaphaDta kan manDine
jowun chhe, jowun chhe, jowun chhe,
juna jamanaman maphatman maltun’tun ewun ajwalun hwe nathi to shun thayun?
sukawwa jog je jaDi aawe andar ene sukawi laiye
pagne athData pathraone paraspar takrawi tankha upjawi laiye
samayna loDhani tini sarDi jate phare chhe enathi wadhare jhaDpe ghumawine aapni ja hatheliman bhaar daine peda kari laiye thoDik aag
sukan pandDanman, sukayelan pandDanna Dhagla jewa aapna manman
je upje te ajwalun,
na ke shekwa, salgawwa, balawa, rakh karwa mateni aag
apni aag etle ante ajwalun, ewi aag je chhewat bas ajwalun
chho thoDunk aa ajwalun thoDunk jowa de thoDik war ahin atatlaman ja, bhale
law thoDik war thoDunk ajwalun upjawi joie
ne jate joie, aa palne, aa sthalne, khulli ankhe,
a andhari ratman, wipasha

સ્રોત
- પુસ્તક : એતદ્ : ૨૦૪ (પૃષ્ઠ ક્રમાંક 3)
- સંપાદક : કમલ વોરા, નૌશિલ મહેતા
- પ્રકાશક : ક્ષિતિજ સંશોધન પ્રકાશન કેન્દ્ર
- વર્ષ : 2014