wat chamcham bole - Free-verse | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

વાટ ચમચમ બોલે

wat chamcham bole

કાનજી પટેલ કાનજી પટેલ
વાટ ચમચમ બોલે
કાનજી પટેલ

વાટે ચઢું ને

પગરખાં ચમચમ બોલે

દન થોડો ને વાટ લાંબી

વટેમારગુ,

ઊભા રહેજો જરા

આગળ આવે છે

મારી નાનકી નદી

એને તરીને પાર કરજો રે

એને બાંધશો નહિ

વાટે આવે છે

એક નાની-શી આંબલી

એના કાતરા ખાજો રે

એને વાઢશો નહિ

ખળાઈ જજો જરા

આગળ આવે કાંઈ

મારા રસબસ ડુંગરા

એમાં ઠરજો રે

એને દોહશો નહિ

એની પાર આવે મોંઘેરી ભોમકા

કેડી પર ચાલજો રે કાંઈ પોઢજો રે

એને ફોડી તો

વાયરા ફૂટશે રે

પગરખાં ચમાચમ બોલે

ભોમકા બોલે મને ગાજો રે

ભવ ટૂંકા ને માયા લાંબી રે

વાટ ચમચમ બોલે

સ્રોત

  • પુસ્તક : દેશ (પૃષ્ઠ ક્રમાંક 29)
  • સર્જક : કાનજી પટેલ
  • પ્રકાશક : જોય બર્ક ફાઉન્ડેશન, અમદાવાદ
  • વર્ષ : 2018