aagaD balawje - Free-verse | RekhtaGujarati

આગડ બાલાવજે

aagaD balawje

કાનજી ચૌધરી કાનજી ચૌધરી
આગડ બાલાવજે
કાનજી ચૌધરી

આગડ બાલવજે આગડ બાલાવજે

ધાહ્યાને પૂલે કરીને આગડ બાલાવજે

કોઈ શાવકાર બેદ રાખી

સરકારાણે સાથ આપે

એકે ઘૂચે તિરાણે તે પાણી પીવાડજે...આગડ

કોઈ પટેન જો દગો કરી

સરકારાણે સાથ આપે

ધનુષ તકલી કાન્છાલામાં કૂટી બેહાડજે...આગડ

કોઈ પોલીસ જો જુલ્મી બની

સરકારાણે સાથે આપે

એકે હિંદવે ટન્પાણે બે ડિબરે ઊઠાડજે...આગડ

રસપ્રદ તથ્યો

(1) આગડ = આગ; (2) બાલવજે = સળગાવજે; (3) ધાહ્યા = ઘાસના પૂળા; (4) ઘૂચે = ધૂસો; (5) તિરાણે = ને; (6) પટેન = પોલીસપટેલ; (7) ધનુષ = વાંસની તકલી; (8) કાન્છાલા = કાનપટ્ટી; (9) હિંદવે = ગાડાને પાછળથી ટેકો આપના લાકડું; (10) ટન્પાણે = માથુ; (11) ડિબરે = ફાડ્ચા

સ્રોત

  • પુસ્તક : દલિત કવિતા સંચય (પૃષ્ઠ ક્રમાંક 138)
  • સંપાદક : ગણપત પરમાર, મનીષી જાની
  • પ્રકાશક : દલિત સાહિત્ય સંઘ
  • વર્ષ : 1981